ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ગુજરાત બોર્ડની પરીક્ષાઓની કોપી ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બોર્ડ પરિણામ જાહેર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત 10મા ધોરણના વિદ્યાર્થીઓની પરિણામની તારીખ 29 મે 2024 હોઈ શકે છે. બોર્ડની ઉતરવહી ચેક કરવાની પ્રક્રિયા 10 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ છે

ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp

કસોટી ગુજરાત માધ્યમિક પરીક્ષા
બોર્ડGSEB
પરિણામ ચકાસણી માધ્યમWhatsApp
ઓફિસીયલ વેબસાઇટhttp://gseb.org/

આ ત્રણ રીતે તમે બોર્ડનું પરિણામ ચેક કરી શકો છો

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10મા બોર્ડનું પરિણામ ચેક કરવા વિધાર્થીઓની સરળતા માટે ત્રણ સુવિધાઓ તૈયાર કરી છે. ઓફિશિયલ વેબસાઈટ (જે ઓવરલોડને કારણે ક્રેશ થઈ શકે છે અને પરિણામ જોવાની પ્રક્રિયાને અસર કરી શકે છે) તેના પર ભારણ ઘટાડવા માટે પરિણામો તપાસવા માટે વિવિધ પદ્ધતિઓ સેવાઓ વિકસવામાં આવી છે. જે તમામ પદ્ધતિઓ નીચે મુજબ છે.

 1. સત્તાવાર વેબસાઇટ (gseb.org) દ્વારા જાણકારી
 2. SMS દ્વારા પરિણામની માહિતી
 3. WhatsApp દ્વારા સરળતાથી મેળવો પરિણામ

ગુજરાત બોર્ડ ધો.10 અને 12ના રિઝલ્ટને લઇને મોટી અપડેટ, ગણતરીના દિવસોમાં જ જાહેર થશે પરિણામ

1. GSEB 10 and 12 Result Check by Whatsapp

 • ફોનમાં આ whatsapp નંબર 6357300971 સેવ કરી દો
 • “Hi” કરીને મેસેજ આ નંબર પર મોકલવાનો રહેશે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે
 • “Hi” મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો.
 • ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે
 • તમારા રિઝલ્ટ ની વિગતો તમને whatsapp મેસેજના માધ્યમથી મિનિટોમાં મળી જશે

2. સત્તાવાર વેબસાઇટ (gseb.org) દ્વારા જાણકારી

 • સૌપ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ (gseb.org) ઓપન કરો
 • અહીં તેના હોમ પેજ પર તમને પરિણામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
 • હવે અહીં સીટ નંબર અને અન્ય જરૂરી વિગત ભરો
 • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો
 • આટલું કર્યા બાદ જ તમને તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળી શકે છે

3. ધોરણ 10 અને 12 માં નું રીઝલ્ટ SMS દ્વારા કેવી રીતે ચેક કરવું

 • સૌપ્રથમ મેસેન્ઝિંગ એપ્લિકેશન ખોલો
 • નવો SMS ટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે SSC 123456
 • હવે ગુજરાત બોર્ડ દ્વારા SMS દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો
 • SMS મોકલો, હવે ગુજરાત બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જુઓ

આ વર્ષે પરિણામ વહેલું જાહેર થશે

સામાન્ય રીતે, ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12નું પરિણામ મે મહિનામાં જાહેર કરે છે. પરંતુ આ વર્ષે ચૂંટણી હોવાથી તેઓ એક મહિના વહેલા પરિણામ જાહેર કરશે. ચૂંટણીના કારણે પરીક્ષા દરમિયાન તેઓએ ઉત્તરવહીઓ તપાસવાનું શરૂ કર્યું હતું. તેથી, હવે તેઓએ 10મી એપ્રિલ સુધીમાં તમામ ઉત્તરવહીઓ તપાસવાનું પૂર્ણ કરી લીધું છે. તેઓ પરિણામ તૈયાર કરી રહ્યા છે અને અમને ટૂંક સમયમાં તારીખ જણાવશે. ગાંધીનગરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અમને પરિણામો જણાવશે.
Leave a Comment